Tuesday, 28 November 2017

Nokiaનો સૌથી સસ્તો એન્ડ્રોયડ સ્માર્ટફોન, જાણો શુ છે ખાસિયત



ફિનલેન્ડની કંપની જેની પાસે નોકિયાના સ્માર્ટફોન બનાવવાનું લાયસન્સ છે. આ કંપનીએ હાલમાં ભારતમાં એક બજેટ સ્માર્ટફોન Nokia 2ની ઘોષણા કરી હતી જોકે તે સમયે તેની કિંમત અંગે માહિતી આપી ન હતી.
Nokia 2ની કિંમતોની ઘોષણા થઇ ગઇ છે અને આ 6999 રૂપિયામાં મળશે, તેને દેશના લીડિંગ રિટેલ સ્ટોર્સથી ખરીદી શકો છો. 24 નવેમ્બરથી વેચાણ શરૂ થશે અને આ ત્રણ કલર વેરિએન્ટ – પ્યૂટર બ્લેક, પ્યુટર વ્હાઇટ અને કોપર બ્લેકમાં ઉપલબ્ધ હશે.
આ સ્માર્ટફોનની સાથે અનેક ઓફર્સ પણ મળી રહે છે. જેમા રિલાયન્સ જીઓની એક ઓફર છે. જેમા લૉન્ચ ઑફર્સની વાત કરીએ તો નોકિયા 2 ખરીદનારને રિલાયંસ જિયોનું 309 રુપિયાનું રિચાર્જ કરવાથી 45 GB વધુ 4G ડેટા મળશે. તે સિવાય સર્વિફાઇ દ્વારા એક્સીડેન્ટલ સ્કીમ લઇ શકો છો.
જાણો તેના સ્પેસીફીકેસન વિષે
– નોકિયા 2ની વાત કરીએ તો આ ફોનમાં 5 ઈંચની HD ડિસ્પ્લે 720*1280 પિક્સેલ રેઝોલ્યુશન સાથે ઉપલબ્ધ છે.
– આ સિવાય ફોનની ડિસ્પ્લે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસથી પ્રોટેક્ટેડ હશે.
– એન્ડ્રોઈડ 7.0 નૂગા પર ચાલતો આ ફો જલ્દી જ એન્ડ્રોઈડ 8.0 ઓરિયો સાથે અપડેટ થઈ જશે.
– ફોનમાં 8MP બેક કેમેરા 5MP ફ્રંટ કેમેરા છે.
-આ સિવાય ફોનમાં 1GB રેમ અને 8GB ઈંટરનલ મેમરી છે,જે મેમરી કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.

No comments:

Post a Comment