Tuesday, 28 November 2017

સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ-૨ (ઢેઢ કન્યા ની દુવા )



શિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપદીકરા વચ્ચે રકઝક થઈ રહી છે. સોળ વરસનો રાજબાળ આતોભાઈ ભાલે ને તલવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે, અને બુઢ્ઢા બાપુ અખેરાજજી એનું બાવડું ઝાલી મનાવી રહ્યા છે : “ભાઈ, એમ ન ચડાય, તારાથી ન ચડાય. તું મારે એકનો એક છે. તું ગોહિલ ગાદીનો રખેવાળ છો.”

“બાપુ, બાવડું મેલી દ્યો. હું પગે પડું છું, મેલી દ્યો.” સોળ વરસની એની અવસ્થા હતી. પરણ્યા પછી પહેલી રાતે જેમ કન્યા શરમાતી શરમાતી કંથના એારડામાં આવતી હોય તેમ જુવાની પણ આતાભાઈના અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી. હજુ ઘૂંઘટ નહોતો ઉઘાડયો.

તે દિવસે બપારે દરબારગઢની ડેલી ઉપરની મેડીમાં આતાભાઈની અાંખ મળી ગઈ હતી. અચાનક ઊંઘમાંથી ઝબકી ઉઠયો, અને કઠોડામાં આવીને જોયું તો ડેલીએ એક બુઢ્ઢો અને એનાં બાળબચ્ચાં ધ્રુસકે ધ્રુસકે રોતાં હતાં. કુંવરે પૂછયું : “એલા કોણ છે ?”

“અન્નદાતા, ઢેઢ છીએ.”

“કેમ રુવો છે ?”

“બાપુ, અમે આ નેસડા ગામમાં રહીએ છીએ. મારી દીકરીને ઘેલાશાના બરવાળે પરણાવી છે. બાઈ નાની છે, ને જમાઈ બહુ કપાતર મળ્યો છે. બાઈને મારી મારીને અધમૂઈ કરે છે. દુઃખની મારી દીકરી આંહીં ભાગી આવેલી. વાંસેથી એને તેડવા આવ્યાં તે અમે ન મોકલી, એટલે ઘેલાશાના કાઠી ઘોડે ચડીને આવ્યા, તે હમણાં જ દીકરીને ઘોડે નાખીને બરવાળે ઉપાડી ગયા બાપુ ! મારી પારેવડી જેવી દીકરીનું શું થાશે? અમારા ઢેઢુંના કોઈ ધણી ન મળે ?”

'અમારા ઢેઢુંનો કેાઈ ધણી ન મળે !' એ વેણ જુવાન આતાભાઈના કલેજા સોંસરું પેસી ગયું.

“તારા ધણી બાપુ છે, રો મા.” એમ કહીને એણે નેાકરોને હુકમ કર્યો : “મારી ઘોડી હાજર કરો.”

પોતે હથિયાર ધરીને નીચે ઊતર્યો. ઘેાડીને પલાણ નાખવાની વાટ ન જોઈ.

ઉપર ચડે, ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજજીએ સાદ કર્યો: “ભાઈ, ઊભો રહે.” આવીને બાપુએ ઘોડીની લગામ ઝાલી લીધી. દીકરાનું બાવડું ઝાલ્યું. અખેરાજજીને એ એકનો એક દીકરો હતો. દરબારનો બુઢાપો હતેા.

કુંવર બોલ્યા : “બાપુ, અત્યારે મને રોકો મા, આ ઢેઢની છોકરીને અને મારે છેટું પડે છે. એ કહે છે કે અમારે કોઈ ધણી નથી.”

“બાપ, તુંથી જવાય નહિ, ફોજ મોકલું.”

“ના, બાપુ, મારે એકલાને જ જાવું છે.”

“બેટા, એકલા ન જવાય, દુશ્મનો કયાંક મારી પાડે.”

“બાપુ, છોડી દ્યો. આપણે રાજા : વસ્તીનું રક્ષણ કરવા આપણે જાતે જ ચડવું પડે.”

“ના, મારા બાપ! આખું કટક જાય, પણ તું નહિ. તું હજી બાળકો છો.” આતાભાઈને બાપની મરજાદની હદ આવતી હોય એમ થયું. એના હોઠ ફફડવા લાગ્યા, એના મોઢા ઉપર લાલ લાલ લોહી ધસી આવ્યું, તોય બાપુ સમજ્યા નહિ; ત્યારે એણે બાપનો હાથ ઝોંટી, ઘોડીને એડી મારી કહ્યું : “ખસી જા ભગતડા ! એમ રાજ ન થાય !”

બાપ જોતા રહ્યા, ડાયરો “હાં હાં ” કરતો રહ્યો. આતાભાઈની ઘોડીને જાણે પાંખે આવી.

જોતજોતામાં તે પંથ કાપી નાખ્યો. દૂર દુશ્મનોને દીઠા. બે અસવારો છે, એકની બેલાડ્યે બાઈ માણસ બેઠેલું છે. બાઈની ચૂંદડી પવનમાં ઊડતી જાય છે. વગડામાં અબળા ધા ઉપર ધા નાખી રહી છે, બીજો અસવાર એની પાછળ ઘોડી દોડાવતા પોતાની ઝગમગતી બરછી બતાવીને બાઈને ડરાવતો જાય છે. 'ઢેઢનું કોઈ ધણી નહિ' એવી ધા સંભળાય છે. વગડામાં કામ કરતાં લોકો ઊભાં થઈ રહે છે અને વીલે મોંએ વાતો કરે છે : “બાઈ ભાગેડુ લાગે છે.”

સોળ વરસનો એકલવાયો આતાભાઈ આ ત્રાસ જોતો, ઘોડીને દબાવતો, વંટોળિયા જેવો વેગ કરતો, લાલચટક મોઢે લગોલગ આવી પહોંચ્યો. ખળખળિયા વોંકળાને વળોટી બરાબર સામા કાંઠા ઉપર ચડ્યો. હાક પાડી : “હાં કાઠીડાઓ ! હવે માટી થાજો : અબળાને ઉપાડી જનાર શૂરવીરો ! સૂરજના પોતરાઓ ! હવે માટી થાજો, હું આતોભાઈ !”

ત્યાં તો ઘોડાંનાં ભેટંભેટાં થઈ ગયાં. કાઠીડાઓ બરછીનો ઘા કરે તે પહેલાં તો આતાભાઈ નો ભાલો એકની ઘોડીનાં તોરિંગનાં પાટિયાં વીંધીને પાર થઈ ગયો, અને બીજાનું બાવડું તલવારને એક ઝાટકે ઉડાવી નાખ્યું.

કાઠીએાને જીવ બચાવવાની બીજી બારી નહોતી રહી. પોતાની છાતી સાથે બાંધેલા બંધ છોડી નાખીને અસવારે ઢેઢ કન્યાને પડતી મૂકી દીધી. બેય જણા 'ભાગો ! ભાગો !' બોલતાં નીકળી ગયા.

કન્યા થરથર ધ્રૂજે છે.

“બીશ મા હવે. હું આતોભાઈ, તારી ભેરે ઊભો છું. આવી જા મારી બેલાડ્યે !” એમ બોલીને આતાભાઈ એ બાઈનું કાંડું ઝાલ્યું. પોતાના પગનો પોં'ચો ટટાર કરીને કહ્યું: “આના ઉપર પગ માંડીને આવી જા મારી વાંસે.”

કન્યા ઊભી થઈ રહી : “બાપા, હું ઢેઢ છું. તમને આભડછેટ...”

“આભડછેટ કેવાની વળી ? તું તો અમારી બોન-દીકરી છે. આવી જા ઝટ ઘેાડી માથે, નીકર આપણે બેય અાંહી ઠામ રહેશું. હમણાં કાઠીડાનું કટક અાંબી લેશે.”

આતાભાઈએ કન્યાને બેલાડ્યે લીધી. “હા, હવે મારા ડિલને બરાબર ઝાલી રાખજે, નીકર પડીશ નીચે ને મનેય પાડીશ. ઝાલ્ય, બરાબર ઝાલ્ય !” એવી બથ્થડ વાણી બોલતે। આતોભાઈ ઉઘાડી સમશેરે વગડો ગજવતો પાછો વળ્યો. ઘોડાના સફેદ દૂધિયા પૂછનો ઝંડો, કન્યાની ઓઢણી અને જુવાન આતાભાઈની પાઘડીનું છોગું હવામાં ફરકતાં ગયાં.

માર્ગે એને પોતાના પિતાનું મોકલેલ કટક મળ્યું. કટકને મોખરે ઢેઢકન્યાને બેલાડ્ય લઈને ઉઘાડી સમશેરે જ્યારે આતોભાઈ શિહોરની બજારે નીકળ્યો, ત્યારે હજારોની અાંખાનાં તોરણ થઈ રહ્યાં હતાં. આતાભાઈના આ પહેલા પરાકમ ઉપર એ હજારો નેત્રોની અંજળિઓ છંટાતી હતી. બાઈઓ આ વીરનાં વારણાં લેતી હતી. ઢેઢકન્યા તો એ નાટારંભ કરતી ઘેાડી ઉપર બાપુને જોરથી ઝાલીને જ બેઠી રહી. ડેલીએ ઊતરીને એણે કન્યાનાં રોતાં માવતરને દીકરી સુપરત કરી. બાપુ અખેરાજજીને બાળોરાજા પગે લાગ્યો. ગદગદ કંઠે ઢેઢકન્યાએ કહ્યું : “બાપુ ! હું નીચ વરણની નાર ઠરી. હું તુંને તો શું આપું ? આંતરડીની આશિષ આપું છું કે તું જ્યાં ચઢીશ ત્યાં તારી આવી જ ફતેહ થાશે.”

સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ-૨ ( આલમભાઈ પરમાર )


રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીનાં વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘેાડા ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તે એમણે સાહેબજીન ગામડાં પણ દબાવવાનું શરૂ કર્યું. સાહેબજી પરમાર કંટાળીને પાંચાળમાં દતા ભગતની મેલડી નામે ગામમાં પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેર જઈ રહ્યા.

એક દિવસ એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે. એમના દિલમાં થયું કે 'મારો ભાઈ નીકળે છે !' દૂધના કેસરિયા કઢા લઈને, સાકર અને બદામ લઈને, રહીમજીની બરદાસ્ત કરવા પાદર જઈ ઊભા.

રાતી આંખવાળા રહીમજી ઘેાડા ઉપર બેસી પોતાના ઘોડેસવારોની સાથે નીકળ્યા. સાહેબજી અને આખો કાઠી ડાયરો આડો ફર્યો, ને ભાઈના ઘોડાની લગામ ઝાલી સાહબજી વીનવવા લાગ્યા : "ભાઈ ! ઊતરો, સાથે બેસીને રોટલા ખાઈએ."

“એલા, તું હજી મરી નથી ગયો ?” એમ બોલીને રહીમજીએ પાતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની છાતીમાં ચાંપી દીધી. વીંધાઈને સાહેબજી ભોંય પર પડ્યા. એ પળ પહેલાંની પ્રીતિભરી આજીજી એમના ભક્તિમય, ભોળા મેાં ઉપર એમ ને એમ છવાયેલી રહી ગઈ. લાગણી બદલવાનો વખત જ ક્યાં હતો ?

“દગો ! દગો ! દગો ” કરતા કાઠીઓ એ ખૂની ઉપર હાથ ઉગામવા તૈયાર થયા, ત્યાં તે હસતે મુખે મરતા સાહેબજીએ તરફડતી જીભે સમજાવ્યું : “ના, મારી છેલ્લી ઘડી બગાડશો મા.”

મારતે ઘોડે રહીમજી રાણપુર પહોંચી ગયા.

સાહેબજીના મુડદાને દફનાવવા માટે એનાં ઠકરાણી ગાડાં જોડાવીને રાતોરાત રાણપુર આવ્યાં. પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન હોય. આખરે એમને નેાખી જગાએ દફનાવવામાં આવ્યા. રહીમજીના ઝેરની સાક્ષી પૂરતી એ આરામગાહ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે.

સાહેબજીના કુલ ગરાસ પર રહીમજીની આણ વર્તી ગઈ. સાહેબજીના એકના એક બેટા આલમભાઈ નો જીવ જેખમમાં છે એવો વહેમ એની નિરાધાર વિધવા માતાને પડ્યો. આલમભાઈને કયાંય બહાર કાઢવામાં આવતો નથી.

મએ પુત્રને પૂછ્યું : "બેટા, આપણી બહેન માણેકબાઈ ને ઘેર વીરમગામ જઈશ ?”

બહેનને ઘેર જવાની હોંશમાં ને હોંશમાં આલમભાઈ ભૂલી ગયા કે પોતાની ઉમ્મર હજુ અગિયાર જ વરસની છે. એ બોલ્યો : “માડી, ખુશીથી. ઘોડો આપો, હું જઈશ.”

અગિયાર વરસના એકના એક દીકરાને અંધારી રાતે માએ મીઠડાં લઈને પરગામ વળાવ્યા. સાથે માણસ મોકલે તો શત્રુ એાળખી જાય, એટલે આલમભાઈ રાતદિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો. અને બહેનને ગામ પહોંચે, ત્યાં તો રાજબાળની એકેય એંધાણી એના દીદાર ઉપર ન રહી.

બનેવી સાલેભાઈ વીરમગામના અમીર હતા. ડેલીએ આરબોની એવી ચેાકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે. ચીંથરેહાલ આલમભાઈ ડેલીના ઓટા ઉપર બેઠા. જે અંદર જાય તેની સાથે કહેવરાવે : “બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું.” સાંભળીને લેાંડાં હસતાં જાય.

પણ બહેનની સાથે રાણપુરથી બે વડારણ ગઈ હતી. એણે આલમભાઈને એાળખ્યો. સોનાની હીંડોળાખાટે હીંચકતી બહેનોએ ખબર આપ્યા : "બા, ભાઈ આવ્યા છે. પણ બહુ બૂરે હાલે બેથા છે."

બીજા ગેલાં હસીને બોલી ઊઠયાં : “ઓલ્યો રાંકો ડેલીએ બેઠો છે એ બેગમસાહેબનો ભાઈ?”

બહેનને લાગ્યું કે મારા ભાઈ એ મારી હાંસી કરાવી. ભાઈને મળવાની એણે ના કહી. ખાવા માટે શકેારામાં કઢી અને જુવારને રેાટલો મોકલ્યાં. આલમભાઈએ આંખનાં પાણી લુછીને રોટલાને પગે લાગી કહ્યું : “ અન્નદેવ ! બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તરછોડાય.” બટકું રોટલે ખાધો, બાકીનો ત્યાં જ દાટયો, અને ઘેાડે ચડી પાછો ચાલી નીકળ્યો.

પાછળથી બનેવી ગામતરેથી આવ્યા. એણે પોતાના સાળાને જાકારો મળ્યાની વાત સાંભળી. રાણીને ધિક્કાર દીધો. આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા, પણ આલમભાઈ પાછો ફર્યો નહિ.

રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો

--2--

“અમ્મા, આમ બીતાં બીતાં ઘરને ખૂણે કયાં સુધી સંતાઈ રહું? આજે તો ચારે જવા દે, ખુદા જે કરે તે ખરું , મારી નાખશે તો છુટકારો થશે.”

એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ આંબલિયાળ ચોરે ડાયરામાં આવ્યા. એ ચેારાને બે પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બસતો, અને બીજામાં અભુભાઈ કુરેશીનો. બુઢ્ઢા અભુભાઈનું કુટુંબ પેઢી-દર-પેઢીથી આલમભાઈના કુળમાં દોઢ સો દોઢ સો ઘોડેસવાર રાખીને ચાકરી કરતું. આજ રાણપુર તાલુકા રહીમભાઈના હાથમાં ગયા છે, પણ અમુભાઈ એ રહીમ ભાઈની તાબેદારી સ્વીકારી નથી. પાણીડાં પાડે છે : “ શું કરું ? મારી પાસે માણસો નથી. બુઢાપાએ મારું બધું કૌવત હરી લીધું છે, નહિ તો મારા બાળ ધણી કાંઈ આમ રઝળે ?”

“ આવ બાપ આલાભાઈ ! આવ, મારા ધણી !” એમ કહીને બુઢ્ઢા અભુભાઈએ આલમભાઈને ખોળામાં બેસાડી લીધો; અને માથે ને મોઢે પોતાને ધૂજતે હાથ ફેરવ્યો.

સામી પરસાળેથી રહીમભાઈ બેાલ્યા : “ત્યારે તેા તમારા ધણીને રાણપુરની ગાદીએ જ બેસાડો ને, મિયાં !”

“તમારા મોંમાં સાકર, રહીમભાઈ ! એલા કેાઈ છે ? જાઓ, એારડેથી એક ચાકળો લઈ આવો.”

ચાકળો આવ્યો. આલમનું કાંડું ઝાલીને અભુભાઈએ એને ચાકળે બેસાડ્યા, પોતાની તલવાર એના સામે ધરીને તાજમ કરી : “ બાપુ, સલામ.”

રહીમભાઈએ પણ સામી પરસાળે મશ્કરીમાં ઉઠીને કહ્યું : “ બાપુ ! સ... લ્લા ... મ !”

અભુભાઈ બોલ્યા : “બાપુ, રહીમભાઈની સલામ લ્યો.” આલમભાઈએ સલામ લીધી. તે દિવસે અભુભાઈને ઘેર લાપસીના રંગાડા ચડયા. આખા ગામને અભુભાઈએ જમાડયું. આલમભાઈ અભુભાઈના રમકડા જેવા રાજા થયા !

તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજીરાવ ગાયકવાડની આણ ફરતી. દર વરસે દામાજીરાવ જમાબંધી ઉઘરાવવા આંહીં આવતા. તેમને ધોળકાથી લઈ હરીણા નીનામા ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબાર ઉપર હતી. અભુભાઈ કુરેશી પોતાના બાળારાજાને સાથે લઈને ધોળકે ગયા. જઈને દામાજીના ખોળામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી દામાજી રાણપુર આવ્યા. એમની આજ્ઞાથી મરાઠાએ રહીમભાઈને પગે રસ્સી બાંધી ગામમાંથી ઢસડી કિલ્લામાં લાવ્યા. દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધો : “ મારે એનું મોં નથી જોવું. એને કાંધ મારો.”

“ન બને, એ ન બને.” કરતો જુવાન આલમભાઈ આડો પડયો.

દામાજીએ કહ્યું : “બચ્ચા, એણે તો તારા બાપને કાપી નાખ્યો છે. એના ઉપર દયા હોય ?”

“મહારાજ, મરેલો બાપ હવે જીવતો નહીં થાય, પણ મારા કાકાના મોતથી તે અમારી સો પેઢી લગી વેર જીવતું થશે. ગમે તેવો તોયે એ મારો કાકો છે.”

રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા. આલમમાઈની ચોવીસી પાછી આલમભાઈને ઘેર આવી. મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું મૂકયું. એના ખર્ચા બઢલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર અાપ્યું.

આંહીં આલમભાઈને દિવસ ચડયો, ને વીરમગામમાં બહેનનો દિવસ આથમ્યો. સોનાની હીંડોળાખાટના મીઠા મીઠા કિચૂડાટ બંધ પડયા. લાજીને બહેનબનેવીએ રાણપુર આશરો લીધો. પોતાને મળેલા જાકારાનું એક પણ વેણ સંભાર્યા વિના આલમમાઈ એ બહેનને ગઢિયું નામનું ગામ આપ્યું, જે હજુ એના વંશજે ખાય છે.

-- 3 --

છૂટા થયેલ રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો. એના હાથમાં વઢવાણના ઝાલા રાજા સબળસિંહ આવી પડ્યો. સબળસિંહને અણે સમજાવ્યું કે તને હું એક પહોરમાં રાણપુર જિતાડું. સબળસિંહની સવારી ચડી. સીમાડે બુંબાડ પડયા.

આલમભાઈ કિલ્લો છેડી ગામમાં આવ્યા. વસ્તીને કહ્યું : “પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પેસી જાએા.” વસ્તી કિલ્લામાં પેસવા લાગી. આલમભાઈ ગામના ચોકમાં અભય બનીને ઊભા રહ્યા. સબળસિંહની સેનાનો ડમ્મર ચડયો તેય આલમભાઈ ન ખસ્યા, ઘોડાના ડાબલા ગાજ્યા તેાય આલમભાઈ કોઈ એાલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા. એ કોની વાટ જોતા હતા ? એક ડેાશીની ! ડેાશી પોતાના ઘરમાં કોઈ કુલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી, ને કહેતી હતી : “ એ બાપુ, જરા ઊભા રહેજો ! જરા ખમજો !” આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડેાશી ગામમાંથી ખસી.

આલમભાઈને અને સેનાને ભેટંભેટા થઈ. સૈન્યને મોખરે અગરસિંગ નામને સરદાર ચાલતો હતો, તેને જોઈને આલમભાઈ એ પોતાના મછા નામના યોદ્ધાને કહ્યું : “ હે મછા ! તારી બરછી ફરી કયારે કામ આવશે ? માર અમરસિંગને.” પોતાના ધણીની છેલ્લી આજ્ઞા પાળીને મછે રાણપુરની બજારમાં જ મોતની રાતીચોળ પથારીમાં સૂતો. આલમભાઈ અને એના સાથીએાએ કિલ્લાનું શરણુ લીધું. ધબોધબ દરવાજા બંધ થયા.

સબળસિંહે રાણપુર ગામમાં જ માટીને કિલ્લેા કરી મોરચા બાંધ્યાં. આલમનાઈના કિલ્લાને તેડવાનું એનું ગજું નહોતું. એક દિવસ આલમભાઈ નાઠાબારીએ થઈને ધોળકા પહોંચ્યા. દામાજી ગાયકવાડને વાત સંભળાવી. દામાજીનું સૈન્ય ચડયું એ સાંભળીને સબળસિંહ રાણપુરથી બે ગાઉ દૂર પોતાના નાગનેશ ગામના કિલ્લામાં જઈને ભરાયો. દામાજીરાવે નાગનેશને ઘેરો ઘાલ્યો અને ગઢ તોડવા માટે અમદાવાદથી મહાકાળી ને મહાલક્ષમી નામની બે તોપો મંગાવી. બળદનાં સો સો તરેલાં જોડાય ત્યારે જ તાણી શકાય એવી એ બે તાપે નાગનેશની નદીમાં આવીને અટકી ગઈ. પછી દામાજીરાવે બન્નેની પૂજા કરી. સિંદૂર અને ફૂલ ચડાવ્યાં. તેાપો સડેડાટ સામે કાંઠે ચડી.

તોપો વછોડવાનું મુરત જોવરાવ્યું. બરાબર પો ફાટવાનો સમય મુરતમાં નક્કી થયેા. દામાજીરાવે હુકમ કર્યો : “ધોળી ધજા લઈને ગામના ગઢ ઉપર ચડી ખબર આપો કે સવારે તોપ ચાલશે. ખબર આપો કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ન વછૂટી જાય માટે કાનમાં સૂંઠનાં પૂમડાં કરીને ઘાલે. ખબર આપો બાળકોને, બુઢ્ઢાંઓને કે થડકે નહિ.”

બીજી બાજુ સબળસિંહને એક વધુ ખબર પડી. ગઢના ચારે કેાઠાની અંદર, થાળીએામાં મગ મુકાવ્યા હતા તે મગના દાણા, એક દિવસ થરથરવા માંડયા. સબળસિંહ સમજયો કે દરબારગઢની નીચે સુરંગ ખોદાય છે. ઉપરથી બાકોરુ પાડી, પાણી રેડી, સુરંગને નકામી કરી નાખવા તૈયારી થઈ; પણ ગામની વસ્તીએ ખાણો કરી કરી જાર ભરી હતી તે ટળી જાય, માટે લેાકેાએ ના પાડી.

ભળકડું થયું. બધા કહે : “ મહારાજ, હવે તેાપો વછોડો. ”

મહારાજ કહે : “ના, હજુ ઝાડ ઉપર પંખી નીંદર કરે છે. એને ફડકેા નહિ પડાવું, સૂરજને ઊગવા દ્યો.”

સૂરજ ઊગ્યો ને તેાપો ગડેડી : ધુબ્બાંગ ! ધુબ્બાંગ ! ધુબ્બાંગ ! અને નાગનેશનો ગઢ ભાંગીને ભૂકો થઈ ગયો. સબળસિંહ પકડાયો. એ ટાણે બે રજપૂતાએ એને પડખે ચડીને કહી દીધું : “તમે તમારે કેદમાં જાઓ. અમે હમણાં વાણિયાને વરે આવીને દામાજીને અને આલમભાઈને રેંસી નાખશું.”

સ્નાન કરતાં કરતાં દામાજીએ હુકમ દીધો : “સબળસિંહને ઝાડ નીચે લઈ જાઓ ને ઝાટકે મારો.” આલમભાઈ એ ચીસ નાખી : “ મહારાજ, ન બને, એમ ન બને.”

"કેમ ?"

“શેતરંજની રમતમાં જે લાકડાને રાજા હોય છે એને પણ મારવાની મના છે, તો પછી આ જીવતાજાગતા મનુષ્યાવતારને, આ લાખોના પાળનારને કેમ મરાય, મહારાજ ?”

બંદીવાન સબળસિંહ જાણે પ્રભુની દયાનું અમૃત પીતો હોય તેમ આલમભાઈના મોંની સામે જેઈરહ્યો. દામાજીરાવનું દિલ પણ નરમ થયું.

ત્યાં તો બે વાણિયા એકબીજાને ગાળો દેતા, મારપીટ કરતા, બૂમબરાડા પાડતા ચાલ્યા આવે છે. મહારાજે જાણ્યું કે શેઠિયા ફરિયાદે આવે છે. લગોલગ આવી પહોંચ્યા ત્યારે કૃતજ્ઞી સબળસિંહે રાડ પાડી : “મહારાજ ! આ દગો છે, મારા રજપૂતો વાણિયાને વેશે તમને મારવા આવે છે.”

દામાજીરાવ નહાતા હતા. શરીરે પૂરા પોશાક પણ નહોતો. આલમભાઈ પાસે પણ એક છરીયે નહોતી. રજપૂતો પોતાની જાંઘમાં છુપાવેલી કટારે કાઢી મહારાજની સામે દોડયા. ત્યાં તે આલમભાઈએ દોટ કાઢી બેયની ગરદન અક્કેક હાથમાં ઝાલી, બેયનાં માથાં સામસામાં પટકીને ચૂરેચૂરા કરી નાખ્યાં.

મહારાજ બોલ્યા : “ રંગ છે, આલમભાઈ! અત્યાર સુધી હું માનતો હતો કે તમે ફક્ત ઓલિયા છો, પણ ના, તમે શરીર પણ સાધી જાણ્યું છે.”

આલમભાઈએ આસમાનની સામે જોઈ ને માથું નમાવ્યું.

“આલમભાઈ, મારા જીવ બચાવ્યો તેની જુગો જુગ યાદગીરી રહે એ માટે તમારા ગામ આલમપુરની જમાબંધી માફ કરું છું.”

“મહારાજ, એમ થાશે તે ભવિષ્યમાં કોઈક દિવસ આપના વારસદારો મારા વારસદારોને કહેશે કે એ તે ધર્માદાનું ગામ ખાય છે. માટે જમાબંધી કાઢી નાખવા તો નહિ દઉં.”

આખરે આલમપુરની જમાબંધી એક આંકડે રૂપિયા ચારસો બાંધી આપ્યા. તે જ જમા હજુ સુધી આબાદ છે.

આલમપુરનાં તોરણ બાંધીને આલમભાઈ ત્યાં રહેવા લાગ્યા. પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઈ રહે છે. અા અાદમી હતો ખોજો નામે એક હજામ. અબોલ ખેાજો મૂંગે મોઢે પોતાના માલિકની ચાકરી કર્યા જ કરતો. પથારી પાથરતા, હોકો ભરી આપતો, મશાલ પેટાવતો, વાળુ કરાવતો.

દાયરામાં આલમભાઈ કહેતા : “ આ દુનિયા ફાની છે. મારી ગરૂરીને ખાતર મેં મારા નામનું ગામડું વાસ્યું છે, પણ મારાં સુખદુ:ખોનો સાચો દોસ્ત આ હજામ શું જિંદગી ખતમ થયા બાદ ભુલાઈ જાશે? મારા ભેળો ને ભેળો મૂંગો મૂંગો તડકાછાંય વેઠનાર એ હજામ ભુલાઈ જાય તો પછી હું શા સબબથી યાદગાર રહું ? ખોજા ! તારા નામનું પણ એક ગામ વાસવું છે. આલમપર ને ખેાજાપર ભેળાં જ બોલાશે; એક જ દમમાં તારું ને મારું નામ લેવાશે, તને હું નહિ તજું.”

ડાયરાએ હાંસી કરી, “ બાપુ હજામના નામનું ગામ ! રાજરીત શું ઊંધી વળી ગઈ?”

“ખુદાની રીત જ ખરી છે, ભાઈ! ખાવંદની નજરમાં કોણ છે આલમભાઈ, કોણ છે ખોજો હજામ?”

આલમભાઈએ આલમપુરની સામે જ ખેાજાપરનાં તોરણ બાંધ્યાં.

-- 4 --

“ બાપુ ! કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કઈંક ભેદ કળાય છે. દીવાલને કાન દઈને ઊભા રહીએ તે માલીપા રોવાના અવાજ આવે છે.” સૂકભાદર અને ગોમા, એ બે નદીએાની વચ્ચેના ટેકરા ઉપર ઊભેલા, સામા કાંઠાના કિલ્લા વિશે આવી વાત થઈ.

આલમભાઈના હાથમાં તસબી ફરતી હતી. એમનો બીજો હાથ તુરત જ સમશેરની મૂઠ ઉપર ગયો. બાતમી મળી કે કોઈક આખા કુટુંબ ઉપર – મરદ, એારત અને બાળ- બચ્ચાં ઉપર – મરાઠો સૂબો સિતમ ગુજારી રહ્યો છે. સૂબાની બદલી થઈ છે. ગામના વાણિયાનું મોટું દેણું ચડેલું છે. વાણિયો ઉઘરાણીએ ગયો તો સૂબાએ ખાલી ખિસ્સાં દેખાડયાં, એટલે વાણિયા એ એક બાજુથી ડારો દીધો કે : “હું ઠેઠ વડેાદરા જઈને દાદ માગીશ.” ને બીજી બાજુ તરકીબ બતાવી કે 'અા જાય બોટાદનો લખપતિ વાણિયો : પકડ ને રસ્તામાંથી. માગીશ તેટલું મળશે !' આ પરથી મરાઠા સૂબાએ બેાટાદના એક વેપારીને હાથ કર્યો છે. કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે, પણ વાણિયો માનતો નથી, પછી બોલાવ્યાં છે એનાં બાયડીછોકરાંને. બાયડી અને બચ્ચાં ચેાધાર પાણીડાં પાડતાં ઊભાં છે. સૂબાએ તો ધમકી બતાવી છે કે : “તારાં છોકરાંને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દઈશ.”

આલમભાઈ ઊભા થયા. પાછળ ચારે દીકરા પણ ચાલ્યા. નદીને કાંઠે આવીને આલમભાઈએ પાછા વળી કહ્યું : “દીકરાઓ, મારો આખો વંશ ચાલ્યો જવા નહિ દઉં. માટે બે જણા પાછા વળો.”

લાખોજી અને ડોસુજી કચવાતા પાછા ગયા. તોગાજી અને બાપુજી સાથે ગયા. સૂબાને કાનજી વાણિયાએ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે છે. સૂબાએ ગઢ બંધ કરાવ્યો, અને આલમભાઈ પોતાના પુત્ર સાથે દોઢીમાં દાખલ થયા કે તુરત જ દોઢીના દરવાજાને બંધ કરી, આ સ્થી ખંભાતી તાળું મારી, ગઢની હૈયારખી ઉપર થઈને દરવાન અંદર ચાલ્યો ગયો. દોઢીમાં કેદ થયેલા ત્રણે પરમારો ઉપર કિલ્લાના મોરચામાંથી બંદૂકોનો મારો ચાલ્યો. ત્રણે જણા ઘાવા ખાનામાં પેસી ગયા.

બંદૂકોના ધુબાકા સાંભળતાં તે ગામમાં એક સ્વામી આવેલા તે પોતાના સાઠ ચેલા એને લઈ આલમભાઈની વહાર કરવા બહાર નીકળ્યા. એ ભગવા વસ્ત્રની પાછળ આખી વસ્તી નીકળી. કિલ્લાની બહારથી હાકલા પડકારા થવા માંડયા : “ બાપુ ! મૂંઝાશો મા. હમણાં બારણાં તોડીએ છીએ.”

પણ એ તોતિંગ બારણાં કેમ કરી તૂટે!

અંદરથી ગાળીએાને વરસાદ ઝીંકે છે તેમાં થઈને દરવાજામાં જવું શી રીતે ? આલમભાઈ મૂંઝાયા છે. તે વખતે દીકરો તોગાજી બોલ્યો : “બાપુ, હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા, વખત આવે ત્યારે જોર બતાવજે. આજ એ વખત આવી પહોંચ્યો છે. આપને મોંએથી 'ફતેહ' ઉચ્ચારો. ને પછી જુઓ, હું તાળું તોડું છું કે નહિ !”

“ જા બેટા, ફતેહ કર.”

માથા ઉપર ગેંડાના ચામડાની ઢાલ ઢાંકી, હાથમાં તરવાર લઈ તેાગોજી દરવાજામાં આવ્યો. અંદરથી ભડભડ ગેાળીએ ઢાલમાં લાગી, પણ તેાગાજીને ઈજા ન થઈ પોતાના બે પગ ભરાવીને એણે દરવાજાના ખંભાતી તાળાને બે ભુજાથી એવું મરડ્યું કે આંકડિયો નીકળી પડયો. ધબ દઈને તાળું નીચે પડયું. સાંકળ ખોલી નાખી ને આખી મેદની “મારો ! મારો !” એવા દેકારા કરતી અંદર દોડી આવી.

'રંગ તોગુભા ! રંગ તોગુભા !' કરતા જ્યાં બધા તોગાજી સામે જુએ ત્યાં તેા તોગાજીની આંખાનાં બેય રતન નશ્વર લબડતાં હતાં, ને એને રૂંવાડે રૂંવાડે લોહી ટપકતું હતું.

“ભાઈને ઘેર લઈ જાઓ.” એવા પોકારો સાંભળીને તેગાજી બોલ્યા : “અંદર જે નિર્દોષ પુરાણાં છે એમને છોડાવ્યા વિના હું અહીંથી નહિ ખસું. હું આલમભાઈ પરમારનો દીકરો છું, આંહીં જ મરીશ.”

અંદર શું થઈ રહ્યું છે? એક આરબ સરદાર પોતાના સો સવારે સાથે કિલ્લામાં મહેમાન આવેલો. એની એ સો સાંઢયો બહાર દોઢીમાં બાંધી રહી છે. આરબોને બીક લાગી કે ગામલોકો સાંઢ્યોને હાંકી જશે. સૂબાને એણે કહ્યું : “મારી સાંઢ્યોને અંદર લેવા દે, નહિ તો બંદૂકે હાજર છે, હું ધીંગાણું કરીશ. મારી જીવ સાટેની મોંઘી સાંઢ્યોને હું નહિ ગુમાવું.”

સૂબો ડર્યો. દરવાજા આડાં તલવારો, બંદૂકો ને ભાલાં ગેાઠવ્યાં. પછી અધું કમાડ ઉઘાડયું. જ્યાં પહેલી સાંઢયને અંદર દાખલ કરી, ત્યાં આલમભાઈ એ સાંઢયને એાથે રહીને પોતાના માણસો સાથે ધસારો કર્યો. સાંઢય ભાલામાં વીંધાઈ ગઈ, માણસે બચ્યાં. સૂબો ભાગ્યો. આલમભાઈએ સૂબાને પકડી, પછાડી, છાતી ઉપર ચડી, તલવાર કાઢી કહ્યું : “જો. આટલી વાર લાગે. પણ જા, કમજાત ! તારે ખભે જનોઈ ભાળીને હું ભેાંઠો પડું છું !”

નિર્દોષ વાણિયાનાં બાળબચ્ચાંને છોડાવી પરમારો ઘેર ગયા. દીકરો તોગોજી જિંદગીભર અંધ રહ્યો.

11 પ્રકાશ વષ દૂર ‘પૃથ્વી‘ મળી આવી, જીવન સંભવ હોઇ શકે























રોઝ 128 નામના તારાની ફરતે પૃથ્વી જેવો જ ગ્રહ ધૂમી
રહ્યાનું જાણવા મળે છે. આ ગ્રહ પૃથ્વીથી 11 પ્રકાશ વર્ષ દૂર
આવેલો છે. આ ગ્રહ પૃથ્વીને મળતો આવતો બીજો ગ્રહ છે.

માનવી બ્રહ્માંડમાં સતત જીવન શોધી રહ્યો છે, જોકે ગ્રહ અને
ગ્રહમાળા પૃથ્વીંથી એટલે દૂર હોય છે કે એ તારાને જ બિંદુવત
જોઇ શકાય તો તેની ફરતે કોઇ ગ્રહ ઘૂમતો હોય તો તેને તો
જોઇ જ કેમ શકાય ? પૃથ્વી પરથી તો ગ્રહોને ફક્ત પરોક્ષ રીતે
જ જોઇ શકાય છે. તારાનું તેજ વઘઘટ થતું રહે કે તારાના
ગુરૂત્વાકર્ષણ બળમાં થતી વઘઘટયી વિજ્ઞાનીઓ ગ્રહોને
સમજતા રહેતા હતા. એ સંજોગોમાં પરોક્ષ રીતે જ ગ્રહ
જીવન માટે સાનુકૂળ છે કે કેમ એ અંગે તપાસ કરતા રહેતા
હોય છે.

ખાસ કરીને ગ્રહનું તારાથી અંતર સલામત હોય એ જ ગ્રહ પર
જીવન શક્ય છે એ ધારણાને આધારે વિજ્ઞાનીઓ પૃથ્વી જેવા
ગ્રહ શોધે છે. એમ તો અત્યાર સુધીમાં બ્રહ્માંડમાં હજારથી વધુ
ગ્રહો શોધી કઢાપા છે, તેમાંથી જીવન સંભવી શકે એવા ગ્રહો
ઓછા છે.હ[લમાં શોઘાયેલા ગ્રહ ઉપરાંત 2016 માં પ્રોક્ષીમા
b નામનો ગ્રહ પણ પૃથ્વીને ઘણોક મળતો આવે છે. એ બાદ
હવે 1 1 પ્રકાશવર્ષ દૂર શોઘાયેલો ગ્રહ પણ પૃથ્વી જેવો જ
હોવાનું મનાય છે. રોસ 128છિ ગ્રહ રેડ ડ્વાકં તારાની ફરતે ઘૂમે
છે. જો કે એ ગ્રહ પૃથ્વી સૂર્યથી જે અંતરે છે, તેના કરતાં 20
ઘણો નજીક તેના તારાથી છે. જો કે એ તારો આપણા સૂર્ય
કરતાં ઘણઓ નાનો હોવાને કારણે તેનું એ અંતર યોગ્ય ગણાય
એમ છે. એ કારણથી જ પૃથ્વી પરના તાપમાન જેટલું જ
તાપમાન એ ગ્રહનું છે.

આ ગ્રહ એક દાયકાની શોધ પછી મળી આવ્યો છે. હવે
વિજ્ઞાનીઓ તેને વધુ સધનતાથી ચકાસી રહ્યા છે.

પૃથ્વી સિવાયના ગ્રહો મળી આવ્યા છે, તે જ દેખાડે છે કે
બ્રહ્માંડમાં અન્યત્ર જીવન છે. પૃથ્વી પર જેવા જ જીવન માટે
વિજ્ઞાનીઓ અન્યત્ર શોધ કરી રહ્યા છે અને તેના કારણે
વિજ્ઞાનીઓ પૃથ્વી જેવા જ ગ્રહની શોધ કરી રહ્યા છે. સૂર્ય
એટલે કે તારાથી સલામત અંતર તેની પહેલી શરત છે. એ
અંતરે ગ્રહ મળે તો તે જીવન માટે સાનુકૂળ હોય એમ
વિજ્ઞાનીઓ માને છે. એ આધારે જ હવે શોધ ચાલી રહીં છે,
ત્યારે આ ગ્રહ ઉપર જીવન છે ક્રે કૅમ એ અંગે શોધ હાથ
ધરાશે.

Nokiaનો સૌથી સસ્તો એન્ડ્રોયડ સ્માર્ટફોન, જાણો શુ છે ખાસિયત



ફિનલેન્ડની કંપની જેની પાસે નોકિયાના સ્માર્ટફોન બનાવવાનું લાયસન્સ છે. આ કંપનીએ હાલમાં ભારતમાં એક બજેટ સ્માર્ટફોન Nokia 2ની ઘોષણા કરી હતી જોકે તે સમયે તેની કિંમત અંગે માહિતી આપી ન હતી.
Nokia 2ની કિંમતોની ઘોષણા થઇ ગઇ છે અને આ 6999 રૂપિયામાં મળશે, તેને દેશના લીડિંગ રિટેલ સ્ટોર્સથી ખરીદી શકો છો. 24 નવેમ્બરથી વેચાણ શરૂ થશે અને આ ત્રણ કલર વેરિએન્ટ – પ્યૂટર બ્લેક, પ્યુટર વ્હાઇટ અને કોપર બ્લેકમાં ઉપલબ્ધ હશે.
આ સ્માર્ટફોનની સાથે અનેક ઓફર્સ પણ મળી રહે છે. જેમા રિલાયન્સ જીઓની એક ઓફર છે. જેમા લૉન્ચ ઑફર્સની વાત કરીએ તો નોકિયા 2 ખરીદનારને રિલાયંસ જિયોનું 309 રુપિયાનું રિચાર્જ કરવાથી 45 GB વધુ 4G ડેટા મળશે. તે સિવાય સર્વિફાઇ દ્વારા એક્સીડેન્ટલ સ્કીમ લઇ શકો છો.
જાણો તેના સ્પેસીફીકેસન વિષે
– નોકિયા 2ની વાત કરીએ તો આ ફોનમાં 5 ઈંચની HD ડિસ્પ્લે 720*1280 પિક્સેલ રેઝોલ્યુશન સાથે ઉપલબ્ધ છે.
– આ સિવાય ફોનની ડિસ્પ્લે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસથી પ્રોટેક્ટેડ હશે.
– એન્ડ્રોઈડ 7.0 નૂગા પર ચાલતો આ ફો જલ્દી જ એન્ડ્રોઈડ 8.0 ઓરિયો સાથે અપડેટ થઈ જશે.
– ફોનમાં 8MP બેક કેમેરા 5MP ફ્રંટ કેમેરા છે.
-આ સિવાય ફોનમાં 1GB રેમ અને 8GB ઈંટરનલ મેમરી છે,જે મેમરી કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.

સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ-૨ ( દીકરો)



"આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શેાભે.”

એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતા હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે.

ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે : “આપા દેવાત ! આ નવોનકોર હોકોય હું ગંગા-જમની તાર મઢાવીને ખાસ તમ સાટુ જ લાવેલ છું. સારું રાચ તો ઠેકાણે જ શોભે ને, બા!"

થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે.

“– ને આ ઊનની દળી.” એમ કહેતા ત્રીજા ભાઈ આાગળ આવે છે. “આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઈ પડશે. ઘોડીનું ડિલ નહિ છેલાય. ખાસ બનાવીને આણી છે હો!”

ચલાળા ગામના ચોરા ઉપર દરબાર એાઘડ વાળાનાં આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે. દેવાતને જ રીઝવવા સારુ સહુ મથે છે. દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને.


આઘેની એક થાંભલીને થડ ડિલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે. પછેડીની પલાંઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે. એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે : “કાઠીએામાં આ કઢીચટ્ટાપણું કયારથી પેઠું, ભાઈ? જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક?”

“ચૂપ, ભાઈ ચૂપ ! આપા લાખા ! તું હજી છોકરું છો. તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડયું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડ્યો જાત.”

“હું ? મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી દેવા જાઉં ? ના, ના એથી તો ભલું કે સૂડા, પોપટ ને કાગડા મારાં ફળને ઠોલે. કાઠીના દીકરા તો સહુ સરખા : કોણ રાંક, ને કોણ રાણા ! આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી.”

બોલનાર પુરુષોનો અવાજ ઊંચો થયેા. એના બોલ ડાયરાને કાને પડયા, અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું : “ઈ કોણ મુછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ? ઉઘાડું બોલો ને, બાપા!”

“આપા દેવાત વાંક !” આદમીએ થડક્યા વિના જવાબ દીધો : “ઈતો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા; છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય, ઈથી તો આપા દેવાતને પણ દુ:ખ થાવું જોવે, હરખાવું નો જોવે.” “આપા લાખા વાળા ! તયેં તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે, બા!”

તું તારે ચડી આવજે, આપા દેવાત ! હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું, પણ પાણીને કળશિયો ભરીને ઊભો રહીશ; આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.”

“લે ત્યારે, લાખા વાળા !” એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળિમાં કસૂબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો, ને કહ્યું : “લાખાપાદરને માથે જો હું મીઠાનાં હળ હાંકું, તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે, નીકર...”

“હાં-હાં-હાં–ગજબ કરો મા, બા!” એમ કરતો આખો ડાયરો આડો પડયો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું : “આપા, લાખા વાળો તો બાળક છે, એને બેાલ્યાનું ભાન નથી. તમારે સમદરપેટ રાખવું જોવે.”

“ના ના, આપા દેવાત ! મારું નોતરું અફર જાણજે હો કે ! ” એમ કહીને લાખોવાળે તલવાર-ભાલો લઈને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો : “કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીચ ન હોય, પણ તમે સહુએ બી-બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી, બાંધે એની તરવાર, અને ગા વાળે ઈ અરજણ; એમાં ભેદભાવ ન હોય.”

એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો.

*
ચલાળા ગામથી ચાર ગાઉ ઉપર, બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોની એની ભેંકાર ઉચી ભેખડો વચ્ચે ધીરાં ધીરાં ગર્જતાં એનાં પાણી વહ્યાં જાય છે : જાણે કોઈ ભૂતાવળનાં છોકરાં માને ધાવતાં ધાવતાં હોંકારા કરી રહ્યાં છે.

એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું, લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાએા પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે. સતજુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યાં છે. પડખે જ શંકર બેઠા છે. ત્યાં કુદરતે એકસામટી ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખને ઝીલનારે કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે. નીચાણમાં ઊંડો ધરો છે. વડલા ઉપર મોરલા ટહુકે છે. ગૌમુખીનાં નીર ખળખળે છે. કુંડમાં નાની માછલીઓ તગતગે છે, ને ધૂનામાં મગરે શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ, બેય રેખા કેવી જુક્તિથી આંકેલી છે ! એવે સ્થળે જન્મનારાં માનવી પણ એક વખત એવાં જ કોમળ અને વિકરાળ હતા : શૂરવીર ને પ્રેમી હતાં. એ ગામનાં તોરણ બાંધનારો જ આ લાખોવાળો. ધાનાણી શાખનો એ કાઠી હતો.

લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા.

તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલરટાણે તો ઝાંપામાં આવી જ પહોંચે.
એ વાતને તો છ-આઠ મહિના થઈ ગયા. લાખા વાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો, ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખો વાળો ચલાળે ગયેલ છે. ઓઘડ વાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડ્યે એણે રજા માગી, પણ ઓઘડ વાળો કહે : “આપા, આજની રાત તે નહિ જાવા દઈએ, અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે?” લાખા વાળો કચવાતે મને રોકાયો.
આંહીં લાખાપાદરમાં શું થયું ? સાંજ પડી અને વાવડ મળ્યા કે : “દેવાત કટક લઈને આવે છે.” ગામનો ઝાંપો બંધ કરી, આડાં ગાડાં ગોઠવી, લોકો હથિયાર લઈ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઊલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખા વાળા ઉપર દાઝે બળી ગયા.



દેવાતનું કટક પડયું. ઝાંપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા, ઝાંપો તૂટ્યો, કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડયું. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા માંડયા.
ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખા વાળાની ફળીમાં જઈને હાકલા કરવા માંડયો : “કાઠી ! બા'રો નીકળ, બા'રો નીકળ. તે દી તું કયે મોઢે બકી ગયો'તો!”

એારડામાં ઊભી ઊભી લાખા વાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો : “આપા દેવાત ! કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહિ.”

ઉંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખા વાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલધૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહિ, એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી; શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું : ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઊઠે એવો 'તેજમલ ઠાકાર'નો રાસડોયે કંઈ કંઈ વાર ગાયો હતો. ગાયું હતું કે:

ઉગમણી ધરતીના દાદા, કોરા કાગળ આવ્યા રે
એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે.
કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે
ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે
શીદને રોવો છો દાદા; શું છે અમને કે'જો રે
દળકટક આવ્યું દીકરી, વારે કોણ ચડશે રે !
સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે'વાણા રે !
હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે.


દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આત્મારામ એ વછેરો! દેવાતે વિચાર્યું કે 'આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈ ને હાલશે!'

પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છેાડવા મંડયો. બરડો બરાબર દીકરી હીરબાઈના સામો રહ્યો.
એારડામાંથી મા કહે , "બેટા હીરબાઈ, આંહીં આવતી ૨હે." પણ હીરાબાઈ શું જોઈ રહી છે ? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું ! વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્યો; ત્યાં ઊભાં ઊભાં જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂકયો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો.

નીચે ઊતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂકયા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બેાલાવી : “માડી, પછેડી લાવ્ય, ગાંસડી બાંધીએ.”

દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઈને ખબર ન પડવા દીધી.

ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે.
દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે : “ગઢવા, ચલાળે જાઓ; ને બાપુને કહો કે પરબારા કયાંય ન જાય. આંહીં આવીને એક વાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.”


ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડયાં!' હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું ? પરબારો શત્રુઓને હાથે જ મરીશ... પણ એકની એક દીકરીના સમ ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે ? મારાં સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું ? કાંઈક કારણ હશે ! જાઉં તો ખરો.'
દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું: “બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું, એક જણને તો મેં આંહીં રાખ્યો છે.” એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ.
દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂકયો: “બેટા ! દુનિયા કહેતી'તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના, ના, મારે તો દીકરો છે!!
“અને મૂરખા દેવાત ! વછેરાની પછાડી કાઢવા તું શીદ નીચે બેઠો ! ઊભાં ઊભાં તરવારથી કાપતાં ન આવડયું ? પણ તારાં અભેમાન ક્યાં એાછાં હતાં!”

સેક્સ ઉતેજના વધારે બે શરીર ની ચામડી, કેવી રીતે ?




પ્રેમ પ્રકાશમાં આવ્યા પછી ચામડીનું એટ્રેક્શન થાય છે. ચામડીનું આકર્ષણ પણ અજબ હોય છે. જ્યારે એક ચામડી બીજી ચામડીનાં સંબંધમાં આવે છે ત્યારે શરીરમાંથી ગરમા ગરમ બાષ્પ ઉત્પન્ન થાય છે અને રોમાન્ટીક વાતાવરણ સર્જાય છે. બન્નેનાં શરીરમાં વીજળીનો સંચાર થાય છે અને નવો અનુભવ મેળવે છે. રૂવાંટી ઉભી થઈ જાય છે. હૃદય જોરથી ધબકે છે અને એક કોઈ અદ્રશ્ય શક્તિ બેઉને એક કરવા મથે છે.

આખા શરીરની નરમમાં નરમ સ્કીન મુખ પરની છે. તેની આકર્ષણશક્તિ અદભૂત છે. શરીર પરની ત્વચા તો કંઈક ધીરજ પણ ધરે છે. જ્યારે આ ભાગની સ્કીનથી ધીરજ રખાતી નથી. સામી ચામડીને જોતાં જ તેની તરફ આકર્ષિત થઈ જાય છે. બેઉ જણા જાણે આપોઆપ એક બીજામાં સમાઈ જવા માટે તલપાપડ બને છે. એક ચૂંબન આપવા અને બીજો ચૂંબન ઝીલવા બેચેન હોય છે.

જ્યારે બન્નેનું મિલન થાય છે તો સૌ પ્રથમ ચહેરાથી ચહેરો મળે છે અને બન્ને એકબીજાને ભીંસી લે છે. શરીરની બધી જ શક્તિ મુખ પર આવી જાય છે. બન્ને જણા ભાન ભૂલી જણા ભાન ભૂલી લગભગ અંધ જેવા બની જાય છે. સેકસનો જાદૂઈ ચિરાગ એટલે બે શરીરની સ્કીન. બન્નેનાં શરીરની ચામડી મળે છે અને સેક્સનો પ્રારંભ થાય છે. આ સમયે હૃદયનાં ધબકારા વધી જાય છે.

શું દિવસમાં 2-3 વાર હસ્તમૈથુન કરવું યોગ્ય છે?

સેક્સને લગતી સમસ્યા અંતર્ગત 19 વર્ષના એક યુવાને સવાલ પૂછ્યો હતો કે, હું સિંગલ છું અને જ્યારે મારા માથે પરીક્ષા હોય છે, ત્યારે હું દિવસમાં 2-3 વાર હસ્તમૈથુન કરવા લાગુ છું. મને લાગે છે કે આ જરૂરિયાતથી વધુ છે, પરંતુ શું આવું કરવું સામાન્ય છે? શું હસ્તમૈથુન કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે? આના જવાબમાં સેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે, હસ્તમૈથુન કરવાથી તમે રિલેક્સ રહી શકો છો, પરંતુ હસ્તમૈથુનથી કોઈપણ પ્રકારના તણાવથી છૂટકારો નથી મળતો. તમે તણાવથી બચવા માટે અન્ય ઉપાયો અપનાવી શકો છો, જેમ કે નિયમિતરૂપે યોગા કરવા, મેડિટેશન કરવું અને દિવસમાં 2-3 વાર હસ્તમૈથુન કરવાથી પણ કોઈ નુકસાન નથી થતું, તે વાત પણ સાચી છે.